એક નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે સાર્સ-કોવ-2 વાયરસનો એમીક્રોન વેરિઅન્ટ ત્વચા પર 21 કલાક, જ્યારે પ્લાસ્ટિકની સપાટી પર આઠ દિવસ સુધી જીવિત રહે છે. આ વેરિઅન્ટ વધુ સંક્રમણકર્તા હોવાનું કારણ રિસર્ચરો આને જ માની રહ્યા છે.

આ અભ્યાસ જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસિનનાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આલ્ફા, બીટા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સ ત્વચા અને પ્લાસ્ટિક કોટિંગ પર વાયરસના વુહાન વેરીઅન્ટો કરતાં બમણા કરતાં વધુ સમય સુધી શકે છે. પરંતુ આ અભ્યાસની સમીક્ષા કરવામાં આવી નથી.

સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે કોરોના વેરીઅન્ટ પ્લાસ્ટિકની સપાટી પર સરેરાશ 56 કલાક જીવી શકે છે. જ્યારે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સના કિસ્સામાં, આ સમયગાળો અનુક્રમે 191.3 કલાક, 156.6 કલાક, 59.3 કલાક, 114 કલાક અને 193.5 કલાક આંકવામાં આવ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, વુહાન વેરિઅન્ટ ત્વચા પર 8.6 કલાક સુધી ટકી શકે છે. તે જ સમયે, આલ્ફા વેરિઅન્ટ 19.6 કલાક, બીટા વેરિઅન્ટ 19.1 કલાક, ગામા વેરિઅન્ટ 11 કલાક, ડેલ્ટા વેરિઅન્ટ 16.8 કલાક અને ઓમિક્રોન વેરિઅન્ટ 21.1 કલાક ટકી શકે છે.