ચીખલી: આજે દેશભરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ચીખલી તાલુકાના માંડવખડક ગામની પ્રાથમિક શાળામાં પણ નવનિયુક્ત સરપંચની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ માંડવખડક પ્રાથમિક શાળામાં સરપંચની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં ભણતી એક વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. બાદમાં સરપંચશ્રી દ્વારા સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને દેશની અઝાદી માટે જેઓએ શહાદ વહોરી તેમને યાદ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું