આદિવાસી યોદ્ધા ટંટયા ભીલ: આ વીર યોદ્ધા જન્મ ૨૬ જાન્યુઆરી ૧૮૪૦ ના રોજ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના પંધાણા તાલુકાના બડધા ગામમાં એક સામાન્ય પરિવારના ભાઉસિંહ ભીલને ત્યાં થયો હતો. ટંટયાનું બાળપણ સામાન્ય બાળકો જેવું જ હતું, તે પણ સામાન્ય બાળકોની જેમ રમત કરતો હતો, જેમ કે તીર ચલાવવું, શિકાર કરવો, ગોફણ ચલાવવો, કુસ્તી રમવી, તલવાર ચલાવવાથી માંડીને તરવું વગેરે. જેમાંથી હાલમાં તમામ બાળકો અને યુવાનોએ પ્રેરણા લે છે.
નાનપણથી જ તે પાતળો અને ઊંચો હતો, તેથી બધા તેને ટાંટ્યા ટંટયા કહેતા હતા- તેથી જ તેનું નામ ટંટયા રાખવામાં આવ્યું હતું. ટંટયાની માતાનું બાળપણમાં જ અવસાન થયું હતું, પિતા ભાઉસિહે ટંટયાને ઉછેરવા માટે ફરીથી લગ્ન કર્યા ન હતા. તે પછી, યુવાન ટંટયાએ કાગઝબાઈ નામની યુવતી સાથે લગ્ન કરીને કૌટુંબિક બંધનમાં બંધાઈ અને ઘર, પરિવાર અને ખેતી સહિતની તમામ જવાબદારી ટંટયાના માથે આવી ગઈ, ટંટયાની ઉંમર ૩૦ વર્ષની આસપાસ હશે વિવિધ કળાઓમાં નિષ્ણાત અને અજોડ કૌશલ્ય અને નમ્રતાના ગુણો ધરાવતા ટંટયાએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી લીધી. ટંટ્યાનું નામ નિમાડ માળવા અને છોટાનાગપુર અને તેની આસપાસના વિસ્તારો સહિત મધ્ય પ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ગુંજતું હતું. અંગ્રેજો અને તથા શાહુકારોની શોષણકારી નીતિઓ સામે અવાજ ઉઠાવવીને અહીંના ગરીબ અને સામાન્ય લોકો માટે મસીહા બનીને ઉભરી આવ્યા હતા, અંગ્રેજ સરકાર ના ખજાના લુંટીને ગરીબોની ભૂખ મિટાવતા તેથી ટંટયા ભીલનું નામ માત્ર સાંભળતાંવેંત અંગ્રેજો અને શાહુકારો થરથર કાંપતા હતા.
૧૮૧૮ પછી ઘણા રજવાડાઓ અને શાહુકારો તથા ચાટુઓ એશોઆરામની જીંદગી જીવવાના મોહમા અંગ્રેજોની ગુલામી સ્વીકારી લીધી હતી અને આરામથી જીવન જીવી રહ્યા હતા, અંગ્રેજોના ગુલામ બનેલા શેઠ-સાહુકારોની મદદ લઈને બ્રિટિશ શાસન આદિવાસીઓની જળ જંગલ અને જમીન હડપ કરી રહ્યા હતા, તેમના પરિવાર અને સગા-સંબંધીઓ પર બળજબરીથી અત્યાચારો કરી રહ્યા હતા, સામાન્ય લોકો પર થતા અત્યાચારો જોઈને એક સામાન્ય દેખાતું બાળક ખૂબ જ દુઃખી થઈને જીવી રહ્યો હતો, આ બધા જુલમો અને શોષણ અને અત્યાચારો વચ્ચે ઉછરી રહેલા ટંટયાના હૃદયમાં સમાજસેવાની આગ વધુને વધુ પ્રજ્વલિત થઇ રહી હતી. તેના પરિવાર અને સમાજ પર થઈ રહેલા શોષણનો બદલો લેવાનું નક્કી કર્યું, અને આ સમાજ પરના શોષણ, અત્યાચાર, અત્યાચારોએ સામાન્ય દેખાતા તાંત્યા ભીલને ભારતીય રોબિનહૂડ બનાવી દીધો. બીજી વાત એ હતી કે ટંટયા ભીલ તેના સાથીદારોને અંગ્રેજો સામેના વિદ્રોહની વાત તેણે પોતાના નજીકના મિત્રોને શેર કરતો રહેતો અંગ્રેજો અને શાહુકારો, રજવાડાઓ, જમીનદારો દ્વારા સમાજ અને સામાન્ય જનતા સાથે થઈ રહેલા અન્યાય વિશે તેઓ તેમના તમામ સાથીઓને કહેતા રહેતા.
ટંટયા ભીલ પાસે અલૌકિક શક્તિઓ હતી જેના દ્વારા તે એક જ દિવસમાં ૧૭૦૦૦ ગામોમાં એક સાથે ગ્રામ સભાઓ ભરવી, અંગ્રેજો સામે થી પસાર થઇ જોતજોતામાં અદ્રષ્ય થઇ જઇને બ્રિટિશરોને આશ્ચર્યચકિત કરી દેતા વગેરે. ૧૮૫૭ પછી, ટંટયા ભીલ પુરી રીતે બ્રિટિશ સરકાર તથા શાહુકારોની અન્યાયકારી નીતિઓ સામે મોટો જંગ છેડી દીધો હતો, અને બ્રિટિશ સરકારની તિજોરી લૂંટી અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાં વગેરેમાં મદદ કરતા હતા. કેટલાક ગરીબ બહેનોના લગ્ન કરાવતા હતા, તેથી તેમને “ટંટયા મામા” નામ થી ઓળખાવા લાગ્યા હતા અને તેથીજ અંગ્રેજોએ જ તેમને ‘ઇન્ડિયન રોબિનહૂડ’ નામ આપ્યું હતું..!
અંગ્રેજો સાથે ૩૫ વર્ષ સુધી સતત હથીયાર બંધ લડાઈ લડનાર અને અંગ્રેજોને પડકારનાર ટંટયા ભીલને ૧૮૮૮માં અંગ્રેજ સરકારે રાજદ્રોહના કેસમાં વિવિધ કાવતરાઓ દ્વારા ધરપકડ કરી હતી, ત્યારપછી તેમને ઈન્દોરથી ધરપકડ કરી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં ૧૮૯૦ માં, તેમને ઇન્દોર જેલમાંથી જબલપુર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે અગાઉ થી જાણ થતાં હજારોની સંખ્યામાં લોકો જનનાયક ટંટયા ભીલની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા, તે સમયે બ્રિટિશ શાસનને ટંટયા મામાની લોકપ્રિયતા વિશે જાણ થઈ અચંબિત થઈ ગઈ હતી અને જબલપુરમાં અંગ્રેજોને સત્તાધારીઓ દ્વારા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું અને ભારે અત્યાચાર ગુજાર્યા બાદ ૪ ડિસેમ્બર ૧૮૯૦ ના રોજ ટંટયા ભીલને ફાંસી આપવામાં આવી હતી અને તેમના મૃતદેહને મહુ નજીકના પાતાલપાની પહાડી વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઘણા વર્ષો પછી આ જગ્યાએ તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે અને આજે પણ અહીંથી પસાર થતી તમામ ટ્રેનોને સ્ટેશન વગર એક મિનિટ માટે રોકી દેવામાં આવે છે. અને અમર શહીદ જનનાયક તાંત્યા ભીલને સલામી આપી અને હોર્ન વગાડ્યા બાદ ટ્રેનો આગળ ધપાવવામાં આવે છે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ચાલુ છે. અને એવું કહેવામાં આવે છે કે જો આમ કરવામાં નહીં આવે તો ટ્રેન આગળ વધી શકે નહીં, જ્યારે ઘણી વખત ટ્રેનને રોકવામાં નહીં આવે ત્યારે ટ્રેનોને અકસ્માતનો ભોગ બનવું પડે છે તેથી ભારતીય રેલ્વે ક્યારેય આ સિસ્ટમને તોડવાનો પ્રયાસ કર્યો નથી. બીજુ કે આજે પણ નિમાડ પ્રદેશ, માલવા અને છોટાનાગપુર અને ગુજરાતની સરહદે આવેલા મધ્યપ્રદેશના વિસ્તારોમાં, ટંટયા ભીલને યાદ કરીને નિમાડી ભાષામાં તેમના શૌર્ય અને વિરતાના ઘણાં લોકગીતો, ભજનો સ્તુતિઓ, દુહા, છંદો ગવાય છે.
ટંટયા ભીલની શહાદતના ૧૩૨ વર્ષ બાદ ઘણા યુવાનો શહીદ યોદ્ધાનો સાચો ઈતિહાસ બહાર લાવવામાં અને લોકોને ટંટયા ભીલ વિશે સત્ય જણાવવામાં સફળ થયા અને સામાજિક જાગૃતિના કારણે આજે યુવાનોમાં જનનાયક ટંટયાભીલ વિશેની સાચી વાતો લોકો સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે આ એક મોટી વાત છે.
અહીં છોટા ઉદેપુર ગુજરાતના આદિવાસી સમાજના વાલસિંગભાઈ વરજુભાઈ રાઠવા કહે છે કે આ રીતે અંગ્રેજ શાસનને પડકારી દેશને આઝાદ કરાવવા માટે પ્રથમ ૩૫ વર્ષ સુધી સશસ્ત્ર લડાઈ લડનાર અને દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મહાન ક્રાંતિકારી આદિવાસી યોધ્ધા જનનાયક ટંટયા ભીલને પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે તેમણે પણ આખા દેશે રાષ્ટ્રીય સન્માન સાથે યાદ કરવા જોઈએ.
વાલસિંગભાઈ વરજુભાઈ રાઠવા, સામાજિક કાર્યકર (છોટા ઉદેપુર ગુજરાત.)