વાંસદા: ચુંટણી આવે ત્યારે વાયદાઓની વણઝાર કરે અને સમસ્યાના ટાણે છુપાઈ રહે એવા નેતા તો આપણી નજરમાં પણ આવતા જ હોય છે પણ હરહંમેશ લોકોની મુંઝવણોના ઉકેલ માટે મથતાં અને લોકોને વચન આપી તેમની વાચા બનતા લોકનેતા અનંત પટેલ હવે આદિવાસી વિધાર્થીઓના શિક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી વ્યવસ્થાની ચકાસણી કરવા સ્થળ પર જઈ રહ્યા છે જે ખરેખર જરૂરી પણ છે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ વાંસદાના લોકનેતા અનંત પટેલે વાંસદા તાલુકાની કુકડા ગામની પ્રાથમિક શાળાના મકાનો અને ઓરડાની મુલાકાત લીધી હતી અને હાલમાં આ જર્જરીત હાલતમાં મકાનોને જોઇને દુઃખ વ્યક્ત કર્યું હતું. આવા મકાનોમાં જીવન જોખમે પોતાના સમાજના આદિવાસી વિધાર્થીઓના શિક્ષણ મેળવી રહ્યા છે અને આ આ તંત્ર મૂગું બહેરું અને આંખો બંધ કરીને બેઠું છે એ શરમની વાત છે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના નારાને સાર્થક કરવા અને ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવા તાત્કાલિક ધોરણે શાળાના ઓરડા બનાવવા જરૂરી છે. અને આ બધા પ્રશ્નો તે સરકાર સમક્ષ રાખશે અને જ્યાં સુધી તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી શાંતિથી બેસશે નહિ.