ગુજરાત: રાજ્યમાં સરપંચ ની ચૂંટણી તારીખ 19/12/2022 ના રોજ સમાપન બાદ ચૂંટાયેલા ઉમેદવારોને વિધિવત ચાર્જ આપવાનો સમય થતાં તારીખ 24/01/2022 આજ રોજ રાનવેરીકલ્લા ગ્રામપંચાયતમાં તલાટી કમમંત્રી રીનાબેન પટેલ તથા તાલુકા પંચાયત સભ્ય પંકજભાઈ પટેલની ઉપસ્થિતીમાં વિધિવત ચાર્જ સોંપાયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ સરપંચ શ્રી નીરવભાઈ ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં ભારતમાતાના આશીર્વાદ લઇ કાર્યક્રમનો શુભારંભ કર્યો અને ડેપ્યુટી સરપંચનો પદભાર નીતાબેન નીતિનભાઈને બહુમતી સોંપવામાં આવ્યો અને સરપંચ શ્રી નીરવભાઈ ભરતભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ નીતાબેન નીતિનભાઈ પટેલ એ ગામના ઉપસ્થિત લોકોને નીડર અને નિષ્પક્ષતાથી કામ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. અને રાનવેરીકલ્લા ના ઇતિહાસ માં પ્રથમવાર ડેપ્યુટી તરીકે સ્ત્રી ને પદભાર સંભાળવાનો હક આપવામાં આવ્યો.
સવિતાબેન હસમુખભાઈ માજી સરપંચ શ્રી તથા તમામ ગ્રામજનો, આગેવાનો, વડીલો, માતાઓ-બહેનો, યુવાનોએ શુભેચ્છાઓ આપી હતી. અને દરેક વિજેતા વોર્ડના સભ્યો સાથે વધાવી લઇ મનોબળ વધાર્યું તેમજ તમામ સભ્યોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)