રાજપીપળા: COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૪ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૨૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૮ સહિત કુલ-૫૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૫ દરદીઓને આજે રજા અપાઇ છે. આજની સ્થિતિએ હોમ આઇસોલેસનમાં ૩૩૭ દરદીઓ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૨૪ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૨૩,૦૭૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના અને શ્વાસમાં તકલીફના કુલ-૧૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.
આજે RTPCR ટેસ્ટમાં ૭૮૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૭૪ સહિત કુલ-૧૦૫૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૯૦૫૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૩૬૭૪ લોકોને વિતરણ કરાઇ છે.
BY ચિરાગ તડવી