કપરાડા: આઝાદ હિન્દ ફોજ તેમજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રણી નેતા અને દેશને “જય હિન્દ” નો નારો આપનારા મહાન નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા કપરાડા તાલુકા દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે કપરાડા તાલુકાના વિવિધ ગામોમાંથી રક્તદાઓ એ રક્તદાન કર્યા જેમાં ભારતીય જનતા મહિલા મોરચાના પ્રદેશ મંત્રી ભાવિકા ઘોઘારી, વલસાડ જિલ્લા કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત ,કપરાડા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ધ્યત્રીબેન ગાયકવાડ, ભાજપ સંગઠનના પ્રમુખ રમેશભાઇ ગાંવિત, વારોલી તલાટ જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન ગાયકવાડ, દાબખલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સારિકબેન, ભાજપ સંગઠનના ઉપ્રમુખ ચેદરભાઈ ગાયકવાડ, આરએફઓ અંકિતભાઈ પટેલ હાજર રહ્યા હતા

આ ઉપરાંત વલસાડ જિલ્લા યુવા મોરચા ઉપ્રમુખ કિરણભાઈ ભોયા, પ્રિયાંકભાઈ પટેલ, મહામંત્રી મયંકભાઇ પટેલ, પ્રભાકરભાઈ યાદવ, જિલ્લા કારોબારી સભ્યો,ક પરાડા તાલુકા મહામંત્રી દિવ્યેશભાઈ રાઉત, તેમજ કપરાડા મંડળના સભ્યો BJP કાર્યકર્તા ઊપસ્થિત રહી કાર્યક્ર્મને સફળ બનાવ્યો