ગુજરાત: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાર બાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે શીતલહેરનું મોજું આવશે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આજ થી અગામી 28મી જાન્યુઆરી સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદનો દૌર યથાવત રહેવા પામ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસો સુધી શીતલહેરની વકી કરી છે તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
આમ દરમિયામાં તેજ પવન સાથે કરંટને કારણે દરિયા કિનારાઓ પર 8થી 10 ફુટ ઉંચા મોજા ઉછળતાં જોવા મળ્યાં છે. આમ દરિયામાં કરંટ આવતાં તંત્ર દ્વારા માછીમારોને વધુ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

