વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વાંગણ ગામે બિનહરીફ સરપંચ તરીકે ચુંટાયેલા ઉમેદવાર સીતાબહેન નવિનભાઈ જાદવના પદભાર રાખવામાં આવ્યો હતો સાથે સાથે ડેપ્યુટી સરપંચ ઈશ્વરભાઇ ચવધરી તરીકે જાહેરાત કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી મહિતી મુજબ વાંસદા તાલુકાના વાંગણ ગામે સરપંચની ઉમેદવાર તરીકે સીતાબહેન નવિન ભાઈ જાદવ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ડેપ્યુટી સરપંચ ઈશ્વરભાઇ ચવધરીની વિધિવત વાંગણ પંચાયત દ્વારા જાહેરાત કરતા ગામના લોકો અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ફટાકડા ફોડી તથા મીઠાઈ ખવડાવીને અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સાથે આ કાર્યક્રમની ઉજવણી થઇ.
આ પ્રસંગે બાધકામ શાખાના વાંસદા મયંક પી પટેલ, તલાટી કમમંત્રીશ્રી, તાલુકા યુવા મોરચાના વાંગણ ગામના અજય થોરાત, સંજય ગાવિત, માંજી સરપંચ જયંતીભાઈ થોરાત થતાં અમરત ગવળી, તમામ નવા ચૂંટાયેલા પંચાયત સભ્યો, આગેવાન વિપુલભાઇ ઝરવાડ, અમરત ગવળીની હાજરીમાં આ સતા સોંપવામાં આવી હતી.

