વાંસદા: બદામ જેમાં ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે, જે પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓને વધારી શકે છે. જેનાથી એસિડિટી અને કબજીયાતની સમસ્યા થઇ શકે છે. હાઈ ફાઇબરવાળા બદામનુ સેવન મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ અને જિન્કને શરીરમાં અવશોષિત થવાથી રોકે છે. જેનાથી તમને સંપૂર્ણ પોષણ મળતુ નથી.

જો પાચનને લગતી સમસ્યા હોય તો બદામ ના ખાશો. જો કિડની અથવા ગૉલ બ્લેડરમાં સ્ટોનની સમસ્યા છે તો તેમાં પણ બદામનુ સેવન તમને નુકસાન પહોંચાડશે. પથરીની સમસ્યામાં બદામનુ સેવન ના કરશો. બદામ ખાવાથી મુશ્કેલી વધી શકે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દી જે નિયમિત રીતે બ્લડ પ્રેશરની દવાઓ લઇ રહ્યાં છે. તેના માટે પણ બદામનુ સેવન નુકસાનકારક હોઇ શકે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં બદામનુ સેવન ના કરવુ જોઈએ. બદામમાં કેલેરી અને ચરબીની માત્રા વધારે હોય છે. જેનાથી વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવાનુ વિચારી રહ્યાં છો તો બદામનું સેવન ના કરશો.