ધરમપુર: આત્મહત્યા એ યુવાનોએ પોતાની સમસ્યાનો એક માત્ર ઉકેલ સમજી બેઠા છે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ધરમપુરના તુંબી હનુમાન ફળીયામાં રહેતાં 26 વર્ષીય દિવ્યેશભાઈએ પોતાના રૂમમાં જ અજાણ્યા કારણોસર પંખા સાથે ગરમ શાલ બાંધી ફાંસો ખાધાની ઘટના બનવા પામી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના તુંબી હનુમાન ફળીયામાં રહેતાં સુરેશભાઈ તુળશુભાઈ જાદવ તેમના પુત્ર દિવ્યેશભાઈ સાથે રહેતા હતા. મંગળવારે દસ વાગ્યે ટીવી જોયા બાદ સૌ પોત-પોતાના રૂમમાં સુવા જતા રહ્યા હતા. ત્યારબાદ સવારે 7 વાગ્યાના સુમારે દિવ્યેશને ઉઠાડવા તેની માતા તેના રૂમમાં ગઈ અને રૂમનું બારણું ખખડાવ્યું પણ દિવ્યેશે બારણું નહીં ખોલતા તેણીએ પતિને ઉઠાડી જાણ કરી અને સુરેશભાઈએ પણ પ્રયન્ત કર્યો પણ સફળતા ન મળતા પડોશી ભાઈને બોલાવી ધક્કો મારી દરવાજો તોડી જોતા દિવ્યેશ પંખા સાથે ગરમ શાલ બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
આ ઘટના મુદ્દે મૃતકના પિતા સુરેશભાઈ જાદવનું કહેવું છે કે તેમના પુત્રએ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાધાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે લખવી હતી. હાલમાં ધરમપુર પોલીસ યુવકની આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોના નિવેદન અને કોલ ડિટેઇલ ચેકિંગ શરૂ કર્યાની ખબર છે.











