કપરાડા: હાલમાં જ કપરાડાના વાજવડ ગ્રામ પંચાયતમાં હાલે યોજાયેલ સરપંચની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા નરેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ જેઓ વાજવડ ગ્રામ પંચાયતની મતદારયાદી તેમજ દાદરા નગર હવેલીના મોરખલ ગ્રામ પંચાયતની યાદીમાં એ બે અલગ અલગ જગ્યાએ નામ દાખલ કરી ગુન્હો કરેલ હોય જેથી સરપંચ પદ રદ કરવા ગ્રામ જનોએ અરવિંદભાઈ ફુલજીભાઈ પટેલે તા.4/1/22ના રોજ કલેકટર વલસાડ ચૂંટણી પંચને તપાસ માટે અરજી કરેલ છે. અને જેની યોગ્ય તપાસ માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવેલ છે.

આ અંગેની કલેકટર વલસાડ ચૂંટણી પંચને અરજી કરતા કલેકટર વલસાડ ચૂંટણી પંચ દ્વારા તા.6/1/22ના રોજ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કપરાડાને તપાસ અંગે પત્ર ક્રમાંક નં. ઇ એલ સી/ગ્રા. પં/મતદાર યાદી/વશી/20/2022ના પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અને જે તપાસ અંગેની જાણ પત્ર દ્વારા અરજદાર અરવિંદભાઈ ફુલજીભાઈ પટેલને પણ પત્ર નકલ રવાના કરવામાં આવેલ છે. કલેકટર વલસાડના અરજીમાં ઉલ્લેખનીય બાબતમાં જણાવેલ છે કે વાજવડ ગામના સરપંચ તરીકે ચૂંટાયેલા નરેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ વાજવડ અને દાદરા નગર હવેલી મોરખલ ગ્રામ પંચાયતમાં આમ અલગ અલગ બે જગ્યાએ મતદાર તરીકે નામ ધરાવે છે. જે કાયદા વિરુદ્ધ હોવાનું જણાવે છે. આમ જનતા અને સરકારને અંધારામાં રાખી છેતરપીંડી કરેલ છે. તેમ ઉલ્લેખનીય છે.

અરજી સાથે આધાર પુરાવા સામેલમાં વાજવડ ગામના ચૂંટાયેલા સરપંચ નરેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ વાજવડ ગામ તેમજ દાદરા નગર હવેલી ના મોરખલ ગામમાં મતદાર યાદી 1/1/22, પાર્ટ નં.21,પાના નં.25પર અનુ. નં.665,ઘર નં.387 મતદાર તરીકે ધરાવે છે.અને સને 2021ની દાદરા નગર હવેલી મોરખલ ગામની યાદીમાં ભાગ નં.21પાના નં.24પર અનુ નં.653આઈ ડી નં.PKK2997880છે. અરજીમાં ઉલ્લેખનીય છે કે બે જગ્યાએ અલગ અલગ નામ મતદાર યાદીમાં હોય જે ગુનો બનતો હોવાથી જેમને યોગ્ય તપાસ કરી ચૂંટણી પંચ દ્વારા યોગ્ય કરવા જણાવેલ છે. જે હવે પછી ચૂંટણી પંચ યોગ્ય તપાસ કરશે કે કેમ તે વાજવડ ગામના લોકો સમયની રાહ જોઈ રહ્યા છે.