વાંસદા: વર્ષોથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના અભ્યાસક્રમોના આધારે થતી વર્ગ-૩ની ગ્રામસેવકની ભરતીમાં છેલ્લે 2016-17ની ભરતી બાદ 01-01-2018ના રોજ સુધારો થયો હતો ત્યારબાદ 25-11-2019ના સુધારો થયો હતો અને ફરી કોઈપણ ભરતી થઈ જ ન હતી ત્યાં અચાનક રાતો રાત ઉચ્ચ ડીગ્રી ધારકોનો સમાવેશ કરી દેતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ માટે માત્ર ગ્રામસેવક અને અમુક ડિપ્લોમાના વિષયો માટે ખેતી મદદનીશ ભરતીમાં જ સરકારી નોકરી મેળવવાની તક રહેલી છે ત્યારે તારીખ 11-01-2022ના રોજ પંચાયત વિભાગ દ્વારા સમાવેશ કરેલ ઉચ્ચ ડિગ્રી ધારકો માટે એગ્રીકલ્ચર ઓફીસર કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, વિસ્તરણ અધિકારી, એગ્રીકલ્ચર ઓફિસર રાજ્ય કક્ષા, સીનીયર રિસર્ચ આસિસ્ટન્ટ તેમજ આ સિવાય બેન્કિંગ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે, વળી કૃષિ ક્ષેત્રના ડિપ્લોના અને BRSના હરીફ તરીકે સ્નાતક કક્ષાના અને અનેક તકો ધરાવતા ડીગ્રી ધારકોના વિદ્યાર્થીઓનો સમાવેશ થતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવા માટેનો છેલ્લો દરવાજો સરકાર અને જેતે વિભાગ બંધ કરવા જઈ રહી હોય એવું દેખાય રહ્યું છે.

વધુમાં કૃષિ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગ્રામસેવક ભરતી નિયમોમાં તારીખ 11-01-2022ના રોજ સમાવેશ થયેલ ઉચ્ચ ડિગ્રીના અભ્યાસક્રમોના નોટિફિકેશનને રદ કરી અને તારીખ 01-01-2018ના R મુજબ ભરતી કરવામાં આવે અન્યથા આવનારા સમયમાં કૃષિ ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન અને જરૂર પડયે નામ હાઇ કોર્ટના દરવાજા ખખડાવશે.