નવસરી: હાલમાં જ કોવિડના કેસ વધતા સરકારે 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન અને હેલ્થવર્કર તથા 60 વર્ષથી ઉપરની વયના કોમોરબીડ લોકોને પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી હતી. જેની શરૂઆત અહીંના નવસારી જિલ્લામાં પણ થઈ ગઈ હતી.
DECISION NEWSને મળેલી માહિતી મુજબ જિલ્લામાં બે દિવસમાં 8737 જણાને રસીનો બુસ્ટર ડોઝ આપી દેવાયો છે. તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 3015 જલાલપોરમાં 1912 ગણદેવીમાં 2068 ચીખલીમાં 858 ખેરગામમાં 197 અને વાંસદામાં 687 ડોઝ અપાયા છે. સૌથી વધુ 4744 સિનિયર સિટીઝનોએ બુસ્ટર ડોઝ લીધો છે.આ ઉપરાંત 3502 હેલ્થવર્કરો એ અને 591 ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો બુસ્ટર ડોઝ લીધો હતો.
15થી 18 વર્ષની વયના બાળકોને કોવિડ રસી આપવાની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ હતી. જેમાં 11 જાન્યુઆરી સુધીમાં જિલ્લામાં કુલ 59983 ને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે.જેમાં સ્કૂલે જતા 50236 અને સ્કૂલે નહીં જતા 9749 બાળકોનો સમાવેશ થાય છે. જે ટાર્ગેટ નક્કી કરાયો હતો તેની સામે 105 ટકા લક્ષ્યાક સિદ્ધ થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે બાળકોને રસી આપવા માટે શાળાઓમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. 8 દિવસમાં મોટાભાગના બાળકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.











