કપરાડા: તાલુકાના વારધા મનાલા માર્ગ ઉપર ખેરના લાકડા ભરેલી ટાવેરા ગાડી પકડાઈ હતી જેમાં 10,170 ની કિંમત નો ખેરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જો કે વાહન ચલાક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ટાવેરા કાર તેમજ આ મુદ્દામાલ નાનાપોંઢા રેન્જમાં લઈ આવી વધુ તપાસ શરૂ કરાઈ છે.
DECISION NEWSને મળેલી માહિતી મુજબ કપરાડાના જંગલ વિભાગના અધિકારીઓને મળેલી પૂર્વ બાતમીના આધારે નાનાપોંઢા રેંજ ફોરેસ્ટ ઓફિસ નાં સ્ટાફ તેમજ નાનાપોઢા રેજ ફોરેસ્ટ ઓફિસર અભિજીત સિંહ પરમાર ના દિશા નિર્દેશ મુજબ ટિમ વોચમાં હતી ત્યારે બાતમી વાળી ટાવેરા કાર નમ્બર જી જે 15 ઇડી 1498 આવતા જંગલ વિભાગની ટીમે તેને રોકવા પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મૂકી હતી જંગલ વિભાગની ટીમે ટાવેરા કારનો પીછો કરતા કારચાલક સમય જોઈ ટાવેરા કાર મુકીને તેમાંથી નીકળી ભાગી છુટ્યો હતો.
જોકે જંગલ વિભાગની ટીમે કાર કબજે લઇ તપાસ કરતા તેમાંથી અંદાજિત ગણતરી ખેરના લાકડા નંગ 59 જે અંદાજીત 0.565 ઘનમીટર જેની અંદાજિત કિંમત રૂ 10, 170 રૂપિયા નો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ટાવેરા કાર તેમજ આ મુદ્દામાલ એ નાનાપોન્ડા રેન્જમાં લઈ આવી વધુ તપાસ શરૂ કરી છે પકડાયેલો મુદ્દામાલ ખેરના લાકડા રૂપિયા 10,000 170 તેમજ ટવેરા કાર અઢી લાખ રૂપિયા મળી કુલ 2લાખ 60 હજાર 170 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે મહત્વનું છે કે જંગલ વિભાગના કર્મચારી એ કારની ઉપર લગાવવામાં આવેલી નંબર પ્લેટ ના આધારે કાર કોની છે અને તેનોઉપયોગ કોણ કરતો હતો તે અંગે જાણકારી માટે તપાસ ચલાવી હતી પરંતુ કારનો નંબર બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે એટલે કે ચોરી માટે ઉપયોગમાં લેવાથી આ કાર નંબર પણ બોગસ ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે.











