નવસારી: ચીખલી સહિત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને બુટ મોજાનું વિતરણ કરાયું હતું જેના લીધે અન્ય ધોરણના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી આમ કહી ખુશી કહી ગમનો માહોલ શાળાઓમાં જોવા મળ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી સહિતના જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં માત્ર 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને બુટ મોજા આપવામાં આવતા અન્ય વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાવા સાથે લાખો રૂપિયાના કારભારમાં મોટાભાગે ખાયકીની ગોઠવણ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
શિક્ષણ સમિતિ દ્વારા જેમ પોર્ટલ પરથી એક જોડી બુટ 258 રૂપિયા અને બે જોડી મોજા 60 રૂપિયા લેખે ખરીદવામાં આવ્યા છે. 30,000 જેટલા વિદ્યાથીઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા પંચાયના સ્વભંડોમાંથી ફાળવવામાં આવી હતી. જોકે આ બુટની ગુણવતા પણ આવનારા સમયમાં ખબર પડશે પરંતુ હાલે આ બુટ મોજાના વિતરણને લઈને વિવાદની સ્થિતિ ઊભી થવા પામી છે. એક જ ઘરમાંથી એક બાળક કે જે 6 થી 8 ધોરણમાં હોય અને બીજું 1થી 5 માં ધોરણમાં અભ્યાસ કરતું હોય તેઓમાં એકને બુટ મોજા મળતા અને બીજાને નહી મળતા કચવાટ ઉભો થાય એ સ્વભાવિક વાત છે.











