કપરાડા: ગતરોજ કપરાડાના અરણાઈ ગામથી ચાંદલા વિધિ માટે કપરાડા જઇ રહેલો ટેમ્પો પલટી મારતા આશરે 35 થી 40 વ્યક્તિને નાની મોટી ઇજા થતા 6 જેટલી GVK EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ થયેલા વ્યક્તિઓને ધરમપુર અને વલસાડ હોસ્પિટલોમાં ખસેડાયા હતા.
Decsion Newsને મળેલી માહિતી પ્રમાણે ધવલ પારેખ અને નિમિષ પટેલ દ્વારા મોકલાવવામાં આવેલી મોબાઈલ હેલ્થ યુનિટ ઘટના સ્થળે પહોંચી મેડિકલ ઓફિસર મિતલ વસાવા અને તેમની ટીમ દ્વારા 108 એમ્બ્યુલસ પહોંચે તે પહેલા ઈજાગ્રસ્તોને સ્થળ ઉપર તાકીદની પ્રાથમિક સારવાર શરુ કરી દેવામાં આવતા પરિસ્થિતિ કંટ્રોલ થઇ હતીઅને મોટી ઈજા વાળા વ્યક્તિઓને 108 આવ્યા બાદ નજીકની મોટી હોસ્પીટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા.
હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહેવાથી હવે તેમની સ્થિતિમાં બહેતરી જોવા મળે છે.

