ડાંગ: એક બાજુ ગુજરાત સરકાર એક ગામને બીજા ગામ સાથે જોડવા પાકા રસ્તા પર લાખો અને કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે તેમના દ્વારા નિયુક્ત એજન્સીઓના કોન્ટ્રાક્ટરો રસ્તામાં વેઠ ઉતારી આ જનહિતના કાર્યને શરમાવે એવા કામો કરી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ડોન ગામમાં જે હાલમાં રસ્તો બન્યો છે તેના દ્રશ્યોએ ભ્રષ્ટાચાર કર્યાની હદ વટાવી છે આ રસ્તા ના દ્રશ્યોમાં તમે જોશો તો કપચી અને મંટોડી સિવાય દેખાતું જ નથી રસ્તા પર ડાબરનું તમને ટીપું પણ ભાગ્યે જ જોવા મળી શકે. જો આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં આવા જ રસ્તા બનાવવાના હોય તો ટ્રાઈબલ ડીપાર્ટમેન્ટના ખોટો રૂપિયા બગડવાની શું જરૂર એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે આ તો કેવો વિકાસ.. શું ગુજરાત સરકાર આવા ભ્રષ્ટ આધિકારી સામે પગલા કેમ નથી લેતું એ વિચારવા જેવો સવાલ છે.

સ્થાનિક અધિકારીઓને પણ આવા રસ્તાઓની મુલાકાત લેતા નથી કોન્ટ્રાક્ટરો લોકોને કહે છે કે અમારા પાસે રસ્તાનું બજેટ જ ઓછું આવે છે તો એમાં અમે શું કરીએ અમારે પણ અમારા અધિકારીઓને એમની ટકાવારી ચૂકવવી પડે છે આવા વાક્યો ખરેખર વિકાસના પંથે આગળ વધતું ગુજરાતને કલંકિત કરે એવું છે.  શું આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો  વિરુદ્ધ ક્યારેય પગલાં નહિ લેવાય ! શું આ ગામને ન્યાય મળશે ખરો ? જોઈએ હવે કેટલા અધિકારીઓને મારા ગુજરાત કે ભારતના ગામડાઓના સાચા વિકાસમાં રસ છે..!