વાંસદા: પોલીસ પ્રશાસન સાથે જોડાયા પહેલા પણ સમાજ ઉત્થાન માટે સતત અગ્રસર રહેતા કિરણ પાડવીએ પોલીસ ક્ષેત્રમાં પી.આઈ. બન્યા પછી પણ સામાજિક વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમે આજે વાંસદા પહેલાં ધોરણમાં ભણતાં નાના નાના ભૂલકાઓને શિક્ષણમાં રસ જાગે એ ઉદ્દેશ સાથે રંબેરંગી દેશીહિસાબનું વિતરણ કર્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે વાંસદા ગામનાં વડબારી ફળીયા ખાતે પી.આઈ. કિરણ પાડવી દ્વારા દેશીહિસાબનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં રંબેરંગી દેશીહિસાબ મેળવી ખુશીથી સમાતા ન હતા બાળકોનું ખુશી જોવા જેવી હતી. આ પ્રસંગે કિરણ પાડવી વિપુલ દેશમુખ તથા આંગણવાડીની બહેનો અને બાળકો હાજર રહ્યાં હતા.

કિરણ પાડવીએ Decision Newsને જણાવ્યું કે હાલમાં જ્યારે કોરોના જેવી વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે એ જોવું આપણી ફરજ છે. શિક્ષણ દરેક વ્યક્તિનો મૂળભૂત હક્ક છે. એ હક્કથી કોઈ વંચિત ન રહે એ આપને ધ્યાન રાખવું રહ્યું. જયારે આજે મૂળભૂત ફરજ દિવસ છે તો એ દિવસે આપણે આપણી ફરજ પણ જવાબદારી સાથે નિભાવીએ એ ખૂબ જ જરુરી છે.