દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ચીખલી: સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ સ્વચ્છ બનાવવાનું અભિયાન અંતર્ગત ચીખલી તાલુકાના રાનકૂવા ગ્રામ પંચાયતમાં આપાયેલી કચરા ઉપાડવાની લારી અને કચરાપેટી ધુળખાતી હાલતમાં હોવાના ચિત્રો ભાર આવતાં સરકારી નાણાનો વેડફાટ થયાનો કિસ્સો બહાર આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગામમાં કચરાને એકત્રિત કરવા ગ્રામ પંચાયત લારી અને કચરા પેટી અપાઈ છે જેથી ગામના ફળીયામાંથી અને ઘરેથી કચરો એકત્રીત કરવાની આ સગવડ ઊભી થાય અને ગામમાં સ્વસ્છતા રહે પરંતુ રાનકૂવા ગ્રામ પંચાયતની અંદર પંચાયતના ઓરડામાં કચરાપેટી અને લારીઓ ધૂળખાતી હાલતમાં જોવા મળે છે. દિવ્યભાસ્કરમાં પ્રગટ કરવામાં આવેલા પ્રમાણે જોઈએ તો ગ્રામ પંચાયત દ્વારા સફાઈ માટે મોટો ખર્ચ દર્શાવ્યો છે અને ગામમાં બનેલ દરેક સોસાયટીની બહાર કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે.

ગામમાં સ્વસ્છતા રાખવા અપાયેલ આ કચરાપેટી અને લારીઓ લોક ઉપયોગી બનશે ખરી ? આ  સવાલનો જવાબ ગ્રામજનો ગ્રામ પંચાયત પાસે એટલે કે ત્યાંના અધિકારીઓ પાસે માંગી રહ્યા છે.