કપરાડા: ગુજરાતભરમાં શરુ થયેલા 15 થી 18 વયજુથના બાળકોનું કોવિડ19 વેકસીનેશનનો પ્રી. કોશન ડોઝ વલસાડ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પણ 3 જાન્યુઆરીથી આપવાનું આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અંતરિયાળ કપરાડા તાલુકામાં વેક્સીનેશનની પ્રક્રિયા પ્રારંભ થયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ સોમવારે કપરાડા તાલુકાની 5 શાળાઓમાં સોમવારથી 15 થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ શરૂ કરાયું હતું. નાનાપોઢાની એન.આર.રાઉત હાઈસ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વેકસીન મુકાવી હતી. જુઓ વિડીયોમાં…

આચાર્ય હેમંત ભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો સતત દોડતા જોવા મળ્યા હતા. તો વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ શાળામાં પણ આવ્યા હતા.તો તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પટેલ અને તબીબી સ્ટાફે પણ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ભારે ઝહેમત ઉઠાવી હતી.