હાલમાં કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે એક નવી મુશીબત દસ્તક આપી રહી છે એમ કહી શકાય. કોરોના ઓમીક્રોન અને હવે ‘ફ્લોરોના’ નામની મુશીબત આપણી વચ્ચે આવીને ઉભી છે  કોઇ એક વ્યક્તિમાં કોરોના અને ઈન્ફલ્યુએન્ઝાના બેવડા સંક્રમણને ‘ફ્લોરોના’ કહેવામાં આવે છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ‘ફ્લોરોના’ પ્રથમ કેસ ઈઝરાયેલમાં સામે આવ્યો છે. અહીં ગર્ભવતી મહિલામાં બંને પ્રકારના વાયરસની પુષ્ટિ થઈ છે. અહી ગર્ભવતી મહિલામાં ડબલ ઇન્ફેક્શનની માહિતી મળ્યા બાદ તેને ડિલિવરી માટે રાબિન મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે, જે મહિલામાં ઈન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી તેને રસી આપવામાં આવી ન હોતી, હાલમાં મહિલાની હાલત કંટ્રોલમાં છે.

ફ્લોરોના જોખમ અંગે MayoClinic અનુસાર, કોરોના અને ફ્લૂ એકસાથે દર્દીની સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. આ જ કારણ છે કે એક જ દર્દીમાં બંને વાયરસનું સંક્રમણ જીવલેણ બની શકે છે. આવાં દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ એટેક, મગજમાં સોજો અને ઓર્ગન ફેલ જવાનો ભય રહેલો છે.