નવસારી: આપણને ખબર છે કે અર્ધ લશ્કરના જવાન ભાઈઓના દેશની સીમાઓ પર, દેશમાં કુદરતી આફત સમયે ઈલેક્શન ડયુટી સમયે સાંસદ, ધારાસભ્ય, VIP અને VVIP વગેરેની સુરક્ષા સંદર્ભે કેટલો ત્યાગ અને બલિદાન આપે છે તેના બદલામાં તેમને અદના પગાર સિવાય તેમને કશું જ મળતું નથી તેથી આવા રાજ્યના નિવૃત અર્ધ લશ્કરના જવાન ભાઈઓને કલ્યાણકારી લાભ મળી રહે એવા હેતુ સાથે ગતરોજ નવસારી ખાતે આવેદનપત્ર અપાયું હતું.
આવેદનમાં નોંધવામાં આવેલી માહિતી પ્રમાણે તેમની માંગ છે કે અર્ધ લશ્કરના ગુજરાતના જવાન ભાઈઓને રાજ્યનો એક્સમેનનો પુરતો દરજ્જો મળે, અર્ધ લશ્કરના જવાન ભાઈઓના બાળકોને અભ્યાસમાં આરક્ષણ મળે, ગુજરાતના જિલ્લાઓમાં પેરા મીલીટરી કલ્યાણ બોર્ડનું કાર્યાલય ખોલવામાં આવે, ગુજરાત પેરા મીલીટરી સંગઠનના માધ્યમથી સંસ્થાઓ બેન્કોમાં ઝડપથી નિવૃત અર્ધ લશ્કરના જવાનને નોકરી મળે, ગુજરાતના અગલ અલગ વિસ્તારોમાં રીઝર્વ કેમ્પ માટે જમીનની ફાળવણી કરવામાં આવે જેથી સૌરાષ્ટ્ર,વલસાડ, ગોધરા,પંચમહાલ મહીસાગર જેવા જીલ્લાના ભાઈઓને કેન્ટીન અને મેડીકલની સુવિધાઓ મળી રહે વગેરે અન્ય માંગો સામેલ હતી.
COEPMFWA ના માધ્યમથી નિવૃત અર્ધ લશ્કરના જવાન ભાઈઓએ નવસારી કલેકટરને આવેદનપત્ર આપી પોતાની માંગ જણાવી હતી હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે તંત્ર શું કાર્યવાહી કરે છે અને આ નિવૃત અર્ધ લશ્કરના જવાનની માંગ સંતોષાય છે કે નહિ.

