અમદાવાદ: ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલ તપાસમાં દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇશુદાન ગઢવી સામે ગુનો નોંધી ફરી જેલમાં મુકવામાં આવે એવા એધાણ દેખાય રહ્યા છે ત્યારે ઇસુદાન ગઢવીને નિર્દોષ સાબિત કરવા માટે ઋષિકેશ કુમાર નામના વકીલને AAP પક્ષ દ્વારા હાયર કરવામાં આવ્યા છે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ઇસુદાન ગઢવીનો કેસ હવે પછી ઋષિકેશ કુમાર જાણીતા વકીલ લડશે માનવામાં આવે છે કે તે અરવિંદ કેજરીવાલની ઘણાં નજીકના છે. ‘એડવોકેટ ઋષિ’ AAP વર્તુળમાં ઋષિકેશ કુમાર તરીકે વધુ જાણીતા છે, તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંક કેજરીવાલની કાયદાકીય સલાહકાર છે.
હાલમાં તેઓ પીસીઆરએફના ભૂતપૂર્વ સભ્ય છે જેમણે આરટીઆઈ સંબંધિત ઘણી બાબતો પર કામ કર્યું હતું, ઋષિકેશ 2009 માં કેજરીવાલના સંપર્કમાં આવ્યા હતા. ત્યારથી, તે માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ તેમની પત્ની સુનિતા કેજરીવાલના પણ કાયદાકીય સલાહકાર છે અને પરિવારના અન્ય સભ્યોના પણ કાયદાકીય સલાહકાર છે. દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીના સ્નાતક, તેમણે શરૂઆતમાં કેજરીવાલ માટે નજીવા સ્ટાઈપેન્ડ પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે લોકપાલ બિલનો મુસદ્દો તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

