ડાંગ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા જિલ્લામાં એટલે કે ડાંગમાં નેટવર્કની સમસ્યાને લઈને યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા કાયમ ફરિયાદો આવતી રહે છે ત્યારે આજરોજ સુરગાણા થી માનમોટી જિયો ફોર જી કેબલ લાઇનિંગનું ડાંગ યુવા કોંગ્રેસ મંત્રી સંતોષભાઇ ભુસારા હસ્તે ખાતમુહર્ત કરાયું હતું.
ડાંગમાં નેટવર્કની સમસ્યાને લઈને યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા કાયમ ફરિયાદો આવતી રહે છે વર્તમાન સમયમાં જ્યારે ઓનલાઈન શિક્ષણની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે ડાંગના અંતરિયાળ વિસ્તારના યુવાન વિદ્યાર્થીઓને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. કોઈ કામ હોય તો એ ફોન નેટવર્ક ન હોઅવને લીધે અટકી પડતા હોય છે આ બધી સમસ્યાના નિવારણ માટે હાલમાં નવનિયુક્ત બનેલા ડાંગના યુવા કોંગ્રેસ મંત્રી સંતોષભાઇ ભુસારા પ્રયત્નરત બન્યા છે તેમણે સુરગાણા થી માનમોટી જિયો ફોર જી કેબલ લાઇનિંગનું કામની શરૂવાત કરી છે.
ભુસારાનું કહેવું છે કે વર્તમાન સમયમાં જો જોવામાં આવે તો ડાંગના લોકો માટે નેટવર્કની સમસ્યા એ ખુબ મોટી છે ઘણા વર્ષોથી અહીના સ્થાનિક નેતાઓ આ ભોળી પ્રજાને બેવકૂફ બનાવતા હતા પણ બસ હવે ઘણું થયું અમે આ નેટવર્કની સમસ્યા દુર કરવાનું બેડું ઉપાડ્યું છે અને સંપૂર્ણ ડાંગમાં અમે નેટવર્કની સમસ્યા દુર કરવા પ્રયત્ન કરીશું.

