ચીખલી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત તરફથી સાયકલ ચાલન થાકી બિન ચેપી રોગોથી મુક્તિ અંતર્ગત સાયકલોથોન ૨૦૨૧નું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડક ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો દ્વારા નવા ચુંટાયેલા સરપંચ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડક દ્વારા યોજાયેલા સાયકલોથોન ૨૦૨૧માં ત્રણ વિજેતાની પણ પસંદગી કરવામાં આવી હતી જેમાં પ્રથમ વિજેતાને 501 દ્વિતીય વિજેતાને 301 અને તૃતીય વિજેતા 201 આપવામાં આવ્યું હતું આ સાયકલોથોનને જુઓ વિડીયોમાં..

જિલ્લા પંચાયત સભ્ય શ્રી શંકરભાઈ, ગામના નવા સરપંચ વલ્લ ભભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી જશુભાઈ ઢોલુંમ્બર ગામના નવા સરપંચ મીઠ્ઠલભાઈ  તથા ગામના અગ્રણી આગેવાનો બચુભાઈ રમણભાઈ નજુભાઈ ડો. પાર્થ આયુર્વેદિક માંડવખડક અને સાથે ગામના યુવાનો, બાળકો અને હોસ્પિટલ સ્ટાફે હાજરી આપી હતી.