ગણદેવી: આજે દેશની મહિલાઓ ક્રિકેટ જેવા હાઈ પ્રોફાઈલ ક્ષેત્રમાં દેશ જલવો બતાવી રહી છે ત્યારે નાના કસ્બાઓની મહિલાઓ પણ ઉંણી ઉતરે એવી નથી ગતરોજ ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં નીલકંઠ ગ્રાઉન્ડ પર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ જીતી એમ .જી. સોનવાડાની મહિલાઓએ પોતાનો પરચમ લહેરાવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં નીલકંઠ ગ્રાઉન્ડ પર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મહિલાઓની 10 ટીમ ભાગ લીઢો હતો જેમાં એમ. જી. ઇલેવન સોનવડા ફાઇનલમાં હિંગળાજ તડિયા ઇલેવન સામે વિજેતા બની હતી. જ્યારે હિંગળાજ તડીયા મહિલા ટીમ રન્સ અપ રહી હતી.

જો આવી રીતે આપણી સોસાયટીમાં ક્રિકેટ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવશે તો એ દિવસ દુર નથી જ્યારે નવસારી જિલ્લાની કોઈ મહિલા દેશની ટીમમાં રમતી જોવા મળશે અને કસ્બા, રાજ્ય અને દેશનું નામ રોશન કરશે.