ચીખલી: આજરોજ તાલુકાના સુરખાય ગામે ભાડાના મકાનમાં ઓફિસ ચાલુ કરી પેમ્પ્લેટ છાપી ગ્રાહકોને આકર્ષવા માટે લોન ગમે તે બેંકમાંથી મળી રહેશે એવી લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને ફસાવી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી લોન આપનાર સંચાલકો ફરાર થતાં જ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Decision Newsને બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના વાંસદા રોડ પર સુરખાય ગામે એક કોમ્પલેક્ષમાં ગ્રુપ ફાઈનાન્સ એન્ડ કન્સલ્ટન્સી નામની ઓફીસ શરૂ થઈ હતી. જેમાં પ્રાઈવેટ ફાઈનાન્સ દ્વારા એક લાખથી 90 લાખ સુધી લોન મળી રહશે એટલું જ નહિ પરંતુ પાંચ લાખથી બે કરોડ સુધીની કોઈપણ પ્રકારની લોન કોઈપણ બેંકમાંથી તમારી કોઈપણ જરૂરિયાત મુજબ લોન 36 બેંક તથા 36 બેંક કંપની સાથે જોડાણ હોવાથી સરળતાથી મળી શકશે અને લોન મેળવવા માટે ફક્ત પાંચ દિવસમાં લોન પ્રાપ્ત થશે એવા પેમ્પ્લેટ છપાવીને ચીખલી તાલુકાની આદિવાસી પ્રજાને ગુમરાહ હતી

આદિવાસી ભોળી પ્રજાને આ ગ્રુપ ફાઈનાન્સ કન્સલ્ટન્સીમાં જઈ લોન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. અંકિત પટેલ નામના શખ્શે લોન મંજૂર કરવા માટે જરૂરી કાગળો લઈ જણાવ્યુ હતું. કે તમારી લોન મંજૂર કરવા માટે જરૂરી કાગળો લઈ જણાવ્યુ હતું. કે તમારી લોન મંજૂર થઈ જણાવ્યું હતું કે તમારી લોન મંજૂર થઈ ગઈ છે. અને તમારે ફક્ત ઈન્સ્યોરન્સના પૈસા ભરવા પડશે અને તે ભર્યા બાદ તમારે લોન સેક્શન ઓર્ડર આવી જશે એમ જણાવ્યું હતું. શુક્રવારે ગ્રાહકોને લોનના સેક્શન ઓર્ડર અપાવવાના હતા. વહેલી સવારે જરૂરિયાતમંદો અને જેની લોન મંજૂર થઈ છે. તેવા ગ્રાહકો ભેગા થયા હતા પરંતુ મોડે સુધી આ દુકાનનું શટર નહી ખુલતા તેમજ લોન આપનાર સંચાલકોના મોબાઈલ ફોન પણ બંધ આવતાં પોતે છેતરાયા હોવાનું જણાતા રાનકુવા પોલીસ ચોકીમાં બનાવ અંગેની હકીકત વર્ણવી હતી ભોગ બનનારાઓએ પોલીસમાં અરજી આપી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતાં ચીખલી પોલીસે તપાસ શરૂ કરી છે.