સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ એક ગામની 14 વર્ષીય તરૂણી પર ત્રણ તરૂણો તથા છ પુખ્ત યુવાનોનાં મેળાપણામાં અનઈચ્છાએ બળાત્કાર ગુજારાતા ભોગ બનનાર તરૂણીનાં માતાએ આ 9 ઈસમો વિરુદ્ધ આહવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ડાંગ પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ આ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આહવા તાલુકામાં સમાવિષ્ટ એક ગામની તરૂણી ત્રણ મહિના અગાઉ એની બહેનપણી તથા બે પુરૂષમિત્રો સાથે મોટરસાઇકલ પર સવાર થઈ બાજુનાં ગામમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. અહીથી લગ્ન પ્રસંગ પતાવી મોટરસાયકલ ઉપર તેઓને લઈને આવેલ બહેનપણી અને આ બહેનપણીનો મિત્ર બીજી જગ્યાએ નીકળી ગયા હતા. જે બાદ 14 વર્ષીય તરૂણી અને તેણીનો પુરૂષ તરૂણ મિત્ર પાછા ઘરે આવવા નીકળ્યા હતા. અહી 14 વર્ષીય તરૂણીનાં મિત્રએ તરૂણીને જણાવ્યુ હતુ કે તને ઘરે મુકવા માટે આવુ પણ મારી સાથે અડધે રસ્તામાં શારીરીક સબંધ બાંધવો પડશે.બાદમાં આ તરૂણ અને 14 વર્ષીય તરૂણી પગપાળા થઈ ગામ આવવા માટે નીકળ્યા હતા. અને આ બન્નેએ માર્ગ નજીક જંગલ વિસ્તારમાં શારીરિક સબંધ બાંધ્યો હતો.

ત્યાંથી બાદમાં ફરી આ તરૂણ અને તરૂણી ચાલતા ચાલતા આગળ આવ્યા હતા અને માર્ગમાં તરૂણનાં આઠ મિત્રો મળ્યા હતા. જે આઠ મિત્રોએ તરૂણને બોલાવીને કહ્યુ હતુ કે અમારે પણ આ તરુણી જોડે શારીરીક સબંધ બાંધવો છે. જેથી આ તરૂણીનાં મિત્રએ તરૂણીને જઈને જણાવ્યુ હતુ કે મારા આઠ મિત્રો પણ તારી સાથે શારીરિક સબંધ બાંધવાનાં છે. અહી 14 વર્ષીય તરૂણીએ ના પાડતા આ આઠ યુવાનો તેણીને જબરદસ્તીથી જંગલમાં ખેંચી લઈ જઈ તેણીનાં હાથ પગ પકડી તેની સાથે બે ભાગીદારોએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ત્રીજો એક પુખ્ત વયનો યુવાન શારીરિક સબંધ બાંધતો હતો તે વેળાએ ત્યાં હાજર મિત્રોએ મોબાઈલની બેટરી ચાલુ કરી વિડીયો ઉતારી લીધો હતો. અહી જંગલ વિસ્તારમાં અજવાળુ તથા ચહલ પહલ જોઈને લોકો દોડી આવ્યા હતા. જેથી અહીથી તમામ 9 ઈસમો નાસી છૂટ્યા હતા અને જતા જતા તરૂણીને ધમકી આપી ગયા હતા કે આ ઘટનાની કોઇને પણ જાણ કરશે તો તેણીને જાનથી મારી નાખીશુ.બાદમાં એક સપ્તાહ બાદ આ તમામ મિત્રોએ તેઓનાં વ્હોટશોપ ગ્રુપમાં શારીરીક સબંધ બાંધ્યાનો વીડિયો વાયરલ કર્યો હતો.જેની જાણ 14 વર્ષની તરૂણીને થતા તેણી જોડે બનેલી તમામ આપવીતી માતાને જણાવી હતી.

જેથી 14 વર્ષીય તરૂણીનાં માતા એ ગતરોજ ત્રણ તરૂણો તથા 6 પુખ્ત વયનાં યુવાનોમાં વિશાલ પવાર.ઉ.20, કરણ પવાર.ઉ.25, શ્યામલાલ દળવી.ઉ.21, ઉમેશ ભોયે.ઉ.21, સંજયભાઈ પવાર ઉ.20 તથા વસંત ભોયે ઉ.25 વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. હાલમાં આ બનાવ સંદર્ભે ડાંગ પોલીસ વડા રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એચ.મકવાણા તથા એલ.સી. બી.પી.એસ.આઈ. જયેશભાઇ વળવીની ટીમે ગણતરીનાં કલાકોમાં જ 9 આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..