વલસાડ: ગુજરાતમાં આજરોજ ગ્રામપંચાયતની ચુંટણીમાં સરપંચના ઉમેદવારોના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે  કેટલીક જગ્યાએ માત્ર એક વોટથી જ હાર રીતનો ફેંસલો થઈ રહ્યો છે ત્યારે ભાગ્યે જ સાંભળવા મળી શકે એવો એક કિસ્સો સમાઈ આવ્યો છે વલસાડના વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં ૧૨ સભ્યોનું પરિવાર ધરાવતા એક સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યાની વાત બહાર આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

છરવાળા ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સંતોષભાઈના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાં થી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે. આમ પોતાના એક મત મળતાં તેમણે અફસોસ જાહેર કર્યો હતો.