સુરત: તક્ષશિલા અગ્નિકાંડ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાઈ ગયા હતા ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટેનો ચુકાદો આવ્યો છે જેમાં બિલ્ડર હસમુખ વેકરિયાના શરતી જામીન મંજૂર કરી તેને 4 મહિનામાં મૃતકોના વાલીઓને 35 લાખનું વળતર આપવા હુકમ ફરમાવ્યો છે.

Decision Newsએ મેળવેલી જાણકારી પ્રમાણે આ કેસના 14 આરોપીમાંથી 12ને જામીન મળ્યા છે. જોકે, ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેંકરિયા હજુ જેલમાં સજા ભોગવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે સુરતના તક્ષશિલા અગ્નિકાંડ (surat fire) 22 માસુમ વિદ્યાર્થીઓના મોત થયા હતા. સુરત પોલીસે આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે ગઈકાલે અગ્નિકાંડ કેસના ચુકાદામાં હાઈકોર્ટે બિલ્ડર હરસુખ વેંકરિયાને જામીન આપ્યા છે, જે 26 મે, 2019 થી જેલમાં હતો. સાથે જ આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.

સુ