ચીખલી: હાલમાં નવસારી તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના બે ખરોલી અને રાનવેરીખુર્દ નામના ગામોમાંથી ચોરીની ઘટના ગતરોજ રાત્રીના સમય દરમ્યાન સામે આવતા સમગ્ર પંથકમાં ચુંટણી ટાણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Decision Newsને મળેલી વિગતો પ્રમાણે ચીખલી તાલુકાના ખરોલી અને રાનવેરીખુર્દ ગામે બાઈક ચોરીની ઘટના સામે આવી ત્યારે ખરોલી ગામે રેહતા સુરેશભાઈ છગનભાઈ પટેલ તેમની બાઈક સ્પ્લેન્ડર નંબર GJ-21-BP-0763 અને રાનવેરી ખુર્દમાં રહેતા કમલેશકુમાર અર્જુનભાઈ પટેલ જેમની બાઈક આરવન ફાઈવ નંબર G-J-21 BK 6736 ગતરોજ રાત્રિ સમય દરમ્યાન ઘરના પાર્કિગમાં પાર્ક કરેલ ગાડીઓ કોઈક અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી છે. જ્યારે સવારની સુમારે બન્ને ગાડીના માલિકો પાર્કિંગમાં ગાડી નઈ દેખાતા તાત્કાલિક આજુબાજુના ગામોમાં તપાસ કરતા બન્ને ગાડી નહિ મળતા આ ઘટનાની જાણ રાનકુવા પોલીસ ચોકીમાં કરવામાં આવી હતી
આ બાઈક ચોરીની આગળની તપાસ રાનકુવા પોલીસ ચોકીના પોલીસકર્મી દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

