ખેરગામ: આજના યુગમાં ઘણાં દંપતીઓ પોતાના લાડકવાયા પુત્ર કે પુત્રીઓના જન્મદિવસે પાર્ટીઓ અને ગિફ્ટો આપી લાખો રુપીયાનો ધુમાડો ઉડાડતા જોવા મળે છે ત્યારે એક દંપતી એવું પણ છે જે પોતાના નિદિવા અને નિદિવના નામના બાળકોમાં માનવતાના સંસ્કારનું સિંચન કરવા અને જીવનમાં લોકોને મદદરૂપ થવાની ભાવના વિકસિત કરવા એમનો જન્મદિવસ દર વર્ષે કઈંક જુદા પ્રકારે મનાવતું હોય છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરગામના ડોકટર દંપતી નિરવભાઈ અને તેમના ધર્મપત્ની દ્વારા નિદિવા અને નિદિવના જન્મદિવસ તેમજ મમ્મીની સ્મરણાંજલી નિમિતે ગતવર્ષની જેમ સતત બીજી વાર રક્તદાન કેમ્પનું આયોજન કરતાં હોય છે. જેનાથી સમાજમાં જરૂરિયાતમંદ લોકોને લોહી પણ મળી રહે અને બાળકોમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ વિકસે શકે.

નિરવભાઈનું કહેવું છે કે 25/12/2021, શનિવારના રોજ સમય- સાંજે 4-8 વાગ્યાના ગાળામાં ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાનાર આ રક્તદાન કેમ્પમાં આપ સહુ શુભેચ્છકોને સ્મરણાંજલી તેમજ જન્મદિવસના કાર્યક્રમમાં રક્તદાન કરીને લોકોની જિંદગી નવપલ્લવિત કરવા અને અમારા બન્ને બાળકોને કોઈપણ દુન્યવી ભેંટ આપ્યા વગર ફક્ત આપના વ્હાલરૂપી આશિર્વાદ આપવા પધારવા વિનંતી કરું છું.