મહુવા: સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ભીનાર આવેલા આંગલધરા ગામની સીમના રોડ પર સવારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થઇ ગયા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ અનાવલ ભીનાર આવેલા આંગલધરા ગામની સીમના રોડ પર સવારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પાંચ પૈકી ત્રણના આકસ્મત માં કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે ને ગંભીર રીતે ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાજા જાણકારી પ્રમાણે ફડવેલ ગામના પીનલ આહીર, કંબોયા ગામના બે યુવાન નીલકમલ પટેલ તેમજ યોગેશ પટેલનું મોત નિપજયા હતા જેને લઈને પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

