મુંબઈ: ગતરોજ 5 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ નિમિતે લોક પરબ દ્વારા જરૂરિયાત 90 વિધવા બહેનોને કરુણા કીટ અનાજ કીટ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી મુશ્કેલ સમયમાં સહયોગી બનવાનું નક્કી કર્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ 5 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ નિમિત્તે લોક પરબ દ્વારા જરૂરિયાતમંદ 90 વિધવા બહેનોને અનાજની કરુણા કીટનું રોજ બીજલબેન જગડ – ઘાટકોપર થાણા, દિસ્ત્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ – મુંબઇ અને જીપુના વિશાલ ગડાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

કરુણા કીટમાં અનાજ કીટમાં ખાંડ એક કિલો, ઘઉં સાડા ત્રણ કિલો, ચોખા બે કિલો, મસુરદાળ એક કિલો, ચણાદાળ બે કિલો, મગ ચાર કિલો અને તેલનો સમાવેશ થયો હતો સાથો સાથ વ્યક્તિ દીઠ ૨ ધાબળા દેવામાં આવ્યા હતા. જેમાં ભટવાડાના સ્વયં સેવકો દ્વારા કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો સૌ લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.