ધરમપુર: છેલ્લા ત્રણ દિવસો દરમિયાન ધરમપુર તાલુકામાં આવેલ લોક મંગલમ વિદ્યાપીઠ ખોબાની જલગાંવ મહારાષ્ટ્રથી ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ દ્વારા ૩ દિવસની શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં લોક મંગલમ વિદ્યાપીઠના સ્થાપક નિલમ પટેલ દ્વારા ગાંધીના ગ્રામ વિકાસના વિચારોનું દોહન કરાયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં આવેલ લોકમંગલમ વિદ્યાપીઠ ખોબાની મુલાકાત લેવા માટે જલગાંવ મહારાષ્ટ્રથી ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ આવ્યા હતા તેઓ વર્તમાન સમયમાં પણ ગાંધી વિચારધારા અપનાવી કેવી રીએ ગ્રામ વિકાસ કરી શકાય અને ગાંધી મુલ્યો અપનાવી પોતાનું જીવનમાં પરિવર્તન લાવી શકાય તથા આજના ગ્લોબલ સમયમાં પણ ગાંધીના વિચારો કેટલાં પ્રસ્તુત છે તથા દરેક સમસ્યાના મૂળથી દુર કરવા ગાંધીવિચાર કેટલાં કારગત સાબિત થાય છે આવા તમામ પ્રકારનું જ્ઞાન ગાંધી વિચારધારા સાથે જીવન જીવતા અને સતત ગ્રામ ઉત્થાનમાં કાર્યરત રેહતા સંસ્થાના સ્થાપક નિલમભાઈ પાસેથી મેળવવાની કોશિશ કરી હતી.
આ વિધાર્થીઓ ત્રી-દિવસીય શિબિર દરમિયાન સવારના સમયમાં ગ્રામદર્શન, સંધ્યા ટાણે ગૃપચર્ચા અને રાત્રીના સમયમાં યોજાતી અનુભવ વહેચવાની મિટિંગ સમયે ગાંધી વિચારધારાને ગ્રામ વિકાસમાં એપ્લાઇ કરવાની ગાઈડલાઈન્સ નિલમભાઇ પાસેથી મેળવી હતી