કપરાડા: ગતરોજ કપરાડાના બારપૂડા ગામમાં આવેલ બિરસા ધોધની મુલાકાત માટે વલસાડ જિલ્લાના કલેકટરએ મુલાકાત લઇ આ ગામના બિરસા ધોધને પ્રવાસન સ્થળ બનાવી સ્થાનિક સ્તરે કેટલી રોજગારી વિકસિત કરી શકાય એનો તાગ મેળવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના બારપૂડા ગામમાં આવેલ બિરસા ધોધની મુલાકાત માટે ગતરોજ જિલ્લાના કલેકટરશ્રી પોતાની ટીમ સાથે આવી પોહ્ચયા હતા તેમણે એ જાણવાની કોશિશ કારી કે આ અંતરિયાળ વિસ્તારમાં આવેલ બિરસા ધોધને જો પ્રવાસન સ્થળ બનાવવામાં આવે તો સ્થાનિક લોકોમાં કેવી રીતે રોજગારી ઉભી કરી શકાય અને ગરીબી રેખા હેઠળ જીવતા અહીના આદિવાસી લોકોમાં ખુશીઓની પળો આપી શકાય એનું આયોજન બનાવ્યું હતું.

સ્થાનિક રિપોર્ટર બિપીન રાઉતના જણાવ્યા અનુસાર વલસાડના કલેકટરના આ લોકહિતના પ્રવાસન પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પરેશભાઈ અને વડોલી ગામના સરપંચ ચંદરભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેમણે કલેકટરશ્રીને ગામના પ્રશ્નો અને સમસ્યાથી અને બિરસા ધોધથી માહિતગાર કરાવ્યા હતા.

નોંધ: [આ બિરસા ધોધથી આસપાસના લોકોમાં રોજગારી ઉભી થાય એ માટે Decision News દ્વારા આ ધોધની સ્ટોરી પણ કરવામાં આવી હતી અને જવાબદાર અધિકારીઓને દરખાસ્ત મુકવામાં આવી હતી કે બિરસા ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે. જો કલેકટર દ્વારા બિરસા ધોધને પ્રવાસન સ્થળ બનાવાવનું આયોજન થઇ રહ્યું છે તો Decision Newsની પહેલ સાર્થક ગણાશે.