દક્ષિણ ગુજરાત: છેલ્લા ત્રણ દિવસથી જ વાતાવરણ ખુબ જ ઠંડુગાર બની ચુક્યું છે. આ વાતાવરણના કારણે અનેક દક્ષિણ ગુજરાતીઓને શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓ જોવા મળી રહી છે ત્યારે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે આ વાતાવરણના કારણે રોગચાળામાં વધારો થઇ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે દક્ષિણમાં વરસાદ અને ભેજયુક્ત વાતાવરણની આગાહી કરવામાં આવી છે. દક્ષિણમાં જ હાલ ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. વલસાડ તાલુકામાં લગ્નની સિઝન હોવાનાં કારણે હાઇ રિસ્ટ ધરાવતા દેશો જેવા કે સિંગાપુર, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, યુકે, બ્રાઝીલ સહિતનાં દેશોમાંથી અલગ અલગ ગામોમાં વિદેશથી અનેક લોકો આવ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા વલસાડનાં ગામડાઓમાં તપાસ આદરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ યાત્રીઓને કોવિડ ગાઈડલાઈન્સ મુજબ ક્વોરન્ટાઈન રહેવા આદેશ કરવામા આવ્યો છે. આ લોકોને પણ હોમ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

હાલમાં ઓમિક્રોન વેરીએન્ટ વાઇરસ ધરાવતા 11 જેટલા દેશોમાંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. તે અનુસાર વલસાડ જિલ્લામાં હાઇ રિસ્ક દેશ અને અન્ય દેશમાંથી આવતા તમામ યાત્રીઓને ક્વોરોન્ટાઇ કરી 8 દિવસ બાદ RTPCR ટેસ્ટ કરી જો કોઈ પોઝિટિવ આવે તો તેના સેમ્પલો લઈ કયા વેરિયન્ટ વાઇરસનો શિકાર થયો છે તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને ફરજિયાત અન્ય 7 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.