દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં જ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની માહિતી પોલીસને આપતા પોલીસ પણ પોતાની તી સાથે ઘટના સ્થળ હાજર થઇ ગઈ હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં સ્થાનીક પોલીસ ઘટના સ્થળે ત્વરિત હાજર થઇ ગઈ હતી અને મૃત દેહનો કબજા લઈ નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી પણ આ ઘટના વિષે સ્પષ્ટ માહિતી સામે આવી હતી.

હાલમાં પોલીસે અજાણ્યા યુવક સબંધિત શોધખોળ હાથ ધરી છે આ અજાણ્યો યુવક ક્યાંનો છે અને અહીં કંઈ રીતે આવી પહોચ્યો? યુવકે આત્મહત્યા કરી કે, તેની હત્યા કરવામાં આવી હશે ? એવા અનેક સવાલોનો જવાબ પોલીસ તપાસ કરી રહી છે.