દક્ષિણ ગુજરાત: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારે નવસારી જિલ્લાના અમુક તાલુકામાં ધીમી ધારે વરસાદી માહોલ દેખાય રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ વગેરે જિલ્લાના મોટેભાગના વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદે છાટણી કરી હતી ત્યારે આજે અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના જોવાઈ રહી છે. અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યાના અને કમોસમી વરસાદ થવાના ભયથી ખેડૂતો ચિંતીત બન્યાં છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાત અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાનાં હાલમાં અહેવાલો મળી રહ્યાં છે. જો વરસાદી ઝાપટાં આવે તો શિયાળુ પાકમાં વ્યાપક નુકશાન થવાથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડવાનો અનુમાન લગાવાઈ રહ્યા છે.