વાંસદા: આપણા વિસ્તારોમાં કોરોના સંક્રમણ બાદ સરકારની ગાઈડલાઇન પ્રમાણે અનેક મંદિરો ખુલ્લા મુકાયા છે ત્યારે વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે સુવિધાના અભાવે ગ્રામવાસીઓ તેમજ મંદિરે આવનાર અનેક શ્રદ્ધાળુઓ અટવાતા હોવાના કારણે તેને પણ 24 કલાક ખુલ્લું મુકવા લોક માંગ સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે સુવિધાના અભાવે ગ્રામવાસીઓ તેમજ મંદિરે આવનાર અનેક શ્રદ્ધાળુઓ અટવાતા હોવાના કારણે તેને પણ 24 કલાક ખુલ્લું મુકવા લોક માંગ ઉઠી છે હાલમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે ગેટ ખુલ્લા મુકવામાં આવતા હોય છે તેમજ સાંજે આરતી બાદ 7 વાગ્યે ગેટ બંધ કરી દેવામાં આવતા હોવાનું લોકો જણાવી રહ્યા છે જેના કારણે વહેલી સવારે કે સાંજ બાદ પ્રવાસીઓ તેમજ ગ્રામજનો મંદિરના પરિસરમાં પ્રવેશ મળતો નથી

આ ઉપરાંત ઉનાઈ મંદિરના પર્કિંગના આવેલ એક શૌચાલય ઘણા સમયથી બંધ હાલતમાં છે એક શૌચાલય ચાલુ છે. જે પણ સાંજે સાત વાગ્યા બાદ બંધ કરી દેવાતું હોવાથી રાત્રે મંદિરે આવતા ભક્તોને મુશ્કેલી ઘણીવાર મુશ્કેલીઓનો સમાનો કરવો પડે છે.