ધરમપુર: આજરોજ ધરમપુર કાનજી ફળિયા ખાતે સ્વ.આલિયા અંકિતભાઈ પટેલના સ્મરણાર્થે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ મુંબઈ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ અને રેઇનબો વોરિયર્સ ધરમપુર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પ તથા નેત્રદાન, અંગદાન, દેહદાન, સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ ભાઈ,ધરમપુર આદિવાસી એકતા પરિસદ કમલેશભાઈ, જયેશભાઇ પલ્લવ પ્રિન્ટર્સ, અશોકભાઈ,અને બીજા ઘણા આગેવાનો સાથે સ્થાનિક જાગૃત યુવાનો પણ હાજર રહ્યા હતા

આ કાર્યક્રમમાં હાજર રહેલા ઘણા લોકોએ નેત્રદાન, દેહદાન અને અંગદાન કરવા માટે સંકલ્પ કર્યો હતો અને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા આવનાર દિવસોમાં એમના વિસ્તારના લોકોને અંગદાન, નેત્રદાન, દેહદાનના સંકલ્પ કરવા બાબતે લોકોને જાગૃત કરવાની નેમ લીધી હતી.