પ્રતિકાત્મક ફોટોગ્રાફ

ગુજરાત: રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં ઊભી રહેતી નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે.

Decision News દ્વારા મેળવેલી માહિતી મુજબ રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાની લારીઓ પર પ્રતિબંધ મુકાયા સિવાય હેલ્થનું લાઈસન્સ નહી ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાના વેચાણ સામે પણ પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બીજી તરફ અગાઉ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની લારીઓ જાહેર રસ્તાઓ પર ઉભી રહીને ધંધો ન કરે તેવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે. આમ જાહેર સ્થળો પર ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા લોકો પાસે તેની યોગ્ય લાયસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આજથી આકરા પગલાં લેવાશે.