ગરૂડેશ્વર: નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં કેવડિયા રેંજ ( જંગલ ખાતા)ની બેદરકારીના કારણે ભુમલિયા ગામ નજીક નર્મદા મૈન કેનાલ જીરો પોઇન્ટ સામે ગાડકોઈ ગામની સીમમાં મગર રેસ્ક્યુ સેન્ટર (OTD) સારવાર યુનિટ બનાવેલ છે જ્યાં મગરોને સારવાર માટે લવાતા મગરોને પૂરતો ખોરાક, તળાવમાં પાણી ન ભરતા આંખરે મગરો મૃત્યુ પામે છે.! ક્યાંક મગર સારવાર યુનિટ મોતનું યુનિટ ન બને !
આ ઘટનાની જાણ ડિસીઝન ન્યૂઝની ટીમને થતા સ્થળ પર જઈને તપાસ કરી ત્યારે જણાવે છે કે લોખંડની જાળી લગાવી કૃત્રિમ રીતે ચણતર કરી બનાવવામાં આવેલ તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં નાખેલા ૬ માગરો જેમા એક મોટો મગર જે આશરે દસ ફૂટ લાંબો હશે જ્યારે પાંચ નાના મગરને જોઈ જીવદયા પ્રેમીઓનું મન વ્યથિત થઈ જાય, ઘોર નિંદ્રામાં ઊંઘતું તંત્ર પર ગુસ્સો આવે, જળચ અબોલા પ્રાણીને ભૂખ્યા ખાલી તળાવમાં આ રીતે રાખવા કેટલું યોગ્ય.? કહી શકાય કે મગર તળાવમાં નાખ્યા હશે ત્યારે પાણી હશે એવુ આપણે કલ્પી લઈએ પરંતુ ત્યાર પછી દેખરેખ ન રાખતા હોવાથી આજે પાણી વિના ખાલી તળાવની નરી આંખે વાસ્તવિક સ્થિતિ જોવા મળી છે.
જળચર અબોલા પાણીઓને આ રીતે રાખશે ત્યારે વનવિભાગને સવાલ તો થશે જ??
શું કેવડીયા રેન્જમાં અધિકારીઓ દેખરેખ માટે કોઈ માણસો ન રાખી શકતા હોય તો અન્ય જગ્યાએથી લવાતા મગરોને કોઈ સુરક્ષિત જગ્યાએ જ્યાં દેખરેખ રાખી શકાતી હોય, સારવાર થઈ શકે તેવી જગ્યાએ રાખવા જોઈએ કે નહીં.??
શું મગરોને તળાવમાં નાખ્યા પછી કેવડીયા રેન્જના અધિકારીઓ આ તળાવની મુલાકાત લેતા નહિ હોઇ.??
શું તળાવમાં મગરોને નાખ્યા પછી દેખરેખ રાખવાની જવાબદારી પૂરી થઈ જતી હશે.?
શું તળાવની દેખરેખ રાખતા અધિકારીઓ, કર્મચારીઓ પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થશે..?
આ જ મુદ્દે સ્થાનિક લોકોથી જાણવા મળ્યું કે મગરોને લાવવામાં આવે છે પરંતુ દેખરેખ ન રાખતા અગાઉ કેટલા મગરો મૃત્યુ પામ્યા છે. જે (OTD ) રેસ્ક્યુ સેન્ટરની બાજુમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. વધુમાં કહે છે કે જો દેખરેખ રાખી શકાતી ન હોય તો અન્ય જગ્યાએ આ પ્રાણીઓને સુરક્ષિત લઈ જવામાં આવે અંતરિયાળ આ રિતે રાખવું યોગ્ય નથી એ પણ જીવ છે આવા તડકામાં પાણી જન્ય પ્રાણીને આમ કૃત્રિમ તળાવ બનાવી દેખરેખ ન રાખી શકાતી હોય પાણી સમય સર ન ભરી શકતા હોઇ તો કૂદરતી તળાવ,નદીમાં છોડી દેવા જોઈએ.
ત્યારે સવાલ એ પણ થાય આવી જ બેદરકારી દાખવવામાં આવે તો મગરોને અન્ય જગ્યાએથી રેસ્ક્યું કરી અહીં કેમ લાવતા હશે? સારવાર માટે જ લાવતા હોય તો દેખરેખ રાખી શકાય તેવી જગ્યા લઇ જવા જોઈએ. શું આ મગરોનું સારવાર માટેનું સેન્ટર છે કે મૃત્યુનું સેન્ટર..?
ડિસીઝન ન્યૂઝ આપને અપીલ કરે છે કે કેવડીય રેન્જ અને અન્ય જવાબદાર અધિકારીઓ જો આપ દેખરેખ ન રાખી શકતા હોવ તો આ ૬ મગરોને અન્ય સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે.
BY ચિરાગ તડવી

