કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારવડના મકાનનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ દ્વારા ઉદ્ઘાટન કરવા આવ્યું ત્યારે લોકો ત્યાં સ્થાનિક 20 ગામોના લોકોએ ડો.અજયભાઇ ડી ગાયકવાડને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારવડ ખાતે પુન:હ નિમણૂક માટે એમની આદિવાસી સમાજ માટેની લાગણી અને સેવાને જોઈને ફરી નિમણૂક આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Decision Newsને મળેલી જાણકારી મુજબ લોકોનું કહેવું છે કે ડો.અજયભાઇ ડી ગાયકવાડ એમની ફરજ નિયમિત રીતે બજાવતા હતા નિયમિત રીતે અમારા ગામની આરોગ્ય સમસ્યાની સમીક્ષા કરતાં હતા એમના કાર્યકાળ દરમિયાન અમારા ગામમાં આરોગ્ય સેવાઓમાં સુધાર થયેલ છે અને મુખ્યત્વે માતા મરણ અને બાળ મરણ ઓછું થયેલ છે તેઓ રવિવારની રજાના દિવસોમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર અને અમારા ગામમાં પણ નિરીક્ષણ કરવા આવતાં હતા એમની કામગીરીની ફરિયાદ આજ સુધી કોઈ પણ આવી નથી. અમારૂ ગામ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે તેથી અહી ગુજરાતી ભાષાની સમસ્યા રહે છે ત્યારે ડો.અજયભાઇ ડી ગાયકવાડ અમારી માતૃભાષામાં જ અમારી સાથે વાત કરી અમારા ગામના લોકોનો ઈલાજ કરે છે. ઉપરાંત તે આ વિસ્તારથી પરીચિત પણ છે.

આમ ડો.અજયભાઇ ડી ગાયકવાડની ગ્રામજનો દ્વારા અનેક ખૂબીઓ જણાવી રાજ્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે અમારું ગામ તમારા મત વિસ્તારમાં આવે છે અને અમે તમારા મતદારો રહ્યા છે ત્યારે આપ ડો.અજયભાઇની પુન: નારવડ ગામના આરોગ્ય કેન્દ્રમાં નિમણુક કરવામાં આવે જેથી ગામની આરોગ્ય પહેલાની જેમ જ રહે.