વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મિટિંગ માનકુનીયા ખાતે આદિવાસી લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વાંસદાના માનકુનીયા ગામના ખોરા ફળીયામાં કોંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ યોજવામાં આવી હતી જેમાં નવા વરાયેલા નવસારી જિલ્લાના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ પ્રભુભાઈ દેશમુખ, હસમુખભાઈ, અંજના ગામીત, બારુક્ભાઈ, પરશુભાઈ, યોગેશ દેસાઈ, અંકિત ગામીત, જગુભાઈ, ધનજીભાઈ, નિકુંજ ભાઈ વગેરે સામાજીક આગેવાનોએ હાજરી આપી હતી

લોકનેતા અનંત પટેલે ભાજપ સરકારને ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દે આડે હાથે લીધી હતી તેમણે જણાવ્યું કે આજે સરકારએ જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓના ભાવો એટલા વધારી દીધા છે કે બિચારા સામાન્ય પરિવાર લોહીના આંસુએ રોઈ રહ્યા છે. આ સરકારે જુઠા વાયદાઓ કરી-કરીને આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે

નવસારી જિલ્લાના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈએ જણાવ્યું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ સરકાર બનશે પ્રજા ત્રસ્ત છે કોંગ્રેસ સમિતિ હાલે સભ્યપદના ફોર્મ ભરશે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમો કરશે વિરોધ પક્ષના નેતા ચંદુ ભાઈએ પણ વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.