વાંસદા: નવસારીના વાંસદાના તાલુકામાં આવેલા બોરીયાછ ગામના ધૂમ ફળિયાના રહેવાસી સગર્ભા મહિલા જયેશ્રી કમલેશભાઈ ધૂમની ડિલીવરી માટે હોસ્પિટલ લઇ જવા માટે બોલાવાઈ હતી પરંતુ અચાનક પીડા થઇ આવતાં 108 ટીમ દ્વારા સફળતા પૂર્વક ડિલીવરી કરાવાઈ હતી.

Decision Newsને મળેલી જાણકારી મુજબ ફરજ પર રહેલા EMT રામચંદ્ર ભુરકુડ અને પાયલોટ રાજેશ પટેલને બોરીયાછ ગામનો પ્રેગન્સી ડિલિવરી કોલ મળતા ઝડપથી સ્થળ પર પહોંચી જઈ ત્યાર બાદ સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ વાંસદા કોટેજ હોસ્પીટલમાં લઈ જવાં નીકળ્યા હતા. તે દરમિયાન પ્રસૂતાને અસહ્ય વેદના થતાં ક્રિટીકલ કનન્ડિશન ઊભી થઈ હતી. જેથી EMT રામચંદ્રભાઈએ પાયલોટોને જણાવતા રસ્તા પરથી સાઈડમાં એમ્બ્યુલન્સ ઊભી રાખવા જણાવ્યુ હતું જ્યાં EMT એ પ્રસુતાની સફળ ડિલિવરી કરી હતી.

જયશ્રીબેને તંદુરસ્ત બેબી ગર્લને જન્મ આપ્યા બાદ માતા અને પુત્રીને વધુ સારવાર માટે કોટેજ હોસ્પીટલમાં લઈ ગયા હતા. 108 વાંસદામાં EMT રામચંદ્ર અને પાયલોટ રાજેશભાઈ પટેલને G.V.K.E.M.R નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સર તથા ઈ.એમ.ઈ મયંકભાઇ એ સફળ ડિલિવરી કરાવવા બદલ અભિનંદન આપ્યા હતા.