નાનાપોંઢા: કપરાડામાં ખેરના લાકડાંની તસ્કરી કરવાનો ધંધો પુર જોશમાં ધમધમી રહ્યો છે હોય એમ દસ-પંદર દિવસના અરસામાં એક ખબર લાકડાની તસ્કરી થયાની હોય જ છે ત્યારે ગતરોજ ફરીથી નાનાપોંઢાના ચીવલ મરીમાતા પાસેથી ખેરના લાકડા ભરેલી ક્વોલિશ કાર પકડાયાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision Newsને સ્થાનિક સૂત્ર સાગરના જણાવ્યા અનુસાર ચીવલ મરીમાતા પાસેથી સોલેલા ખેર ક્વોલિશ કારમાં જવાની બાતમી નાનાપોંઢા જંગલ ખાતાના અધિકારી અભિજીતસિંગ રાઠોડને મળી હતી. ત્યારે રાઠોડ સાહેબે બાતમી મુજબ પોતાની ટીમને નજર રાખવા જણાવ્યું હતું. ટાઈમ થયા પ્રમાણે મરીમાતા થી નાનાપોંઢા આવતાં માર્ગ ઉપર ક્વોલિશ કારને રોકવાનો પ્રયાસ કર્યો પણ કાર ચાલક જંગલ ખાતાવાળાની ટીમને ઓળખી જતાં કારને હંકારી દુર મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

કારની તપાસ કરતાં અંદર ગેરકાયદે સોલેલા ખેરના લાકડાં મળી આવ્યા. મળેલી માહિતી મુજબ RFO અને તેમની ટીમે ખેરના લાકડાં નંગ 47 જેની કિંમત 20,944 થતા ક્વોલિશ કાર કિંમત 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.