ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં આદિવાસી સમાજના ખ્યાતનામ ડોક્ટર નિરવ ભૂલભાઈ પટેલ તથા ડોક્ટર દિવ્યાંગી પટેલ દ્વારા પોલીસ વિભાગના GRD-TRB, ગ્રામ રક્ષક દળના સમાજ સુરક્ષાની ખડે પગે કામ કરતાં યુવાઓ સાથે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ પોલીસ મથકે પહોંચી જીઆરડી, ટીઆરબી ભાઈ /બેહનોના સ્ટાફને ઉપહર આપી તેમના દ્વારા ગામના અનેક જાહેર સ્થળો ઉપર બજાવવામાં આવતી સેવાને બિરદાવવામાં હતી. તમામ સ્ટાફ દ્વારા તબીબ દંપતીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ડોક્ટર નિરવ પટેલે જણાવ્યું કે ખેરગામનનો પોલીસ સ્ટાફ કે GRD-TRB, હોમગાર્ડ તમામ લોકો પોતાના ફિલ્ડમા ખડે પગે પોતાની ફરજ બજાવી લોકોના જાનમાલની રક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે દિવાળીના પર્વ હોય રૂબરૂ મળી તથા ગામના વિવિધ સમાજના વિવિધ ક્ષેત્રમાં ઉમદા સેવા આપતા આગેવાનો વડીલોને શુભેચ્છા પાઠવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.











