ચીખલી: ગતરોજ ચીખલી તાલુકામાં વાંઝણા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ આજરોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી તાલુકાના વાંઝણા ગામના આદિવાસી યુવાન ભાવેશ નટુભાઈ નાયકા પટેલ ઉંમર 27 વર્ષના એક યુવકે અગમ્ય કારણોસર ઘરની પાછળ આવેલી ગુજરાતી પ્રાથમિક શાળાના ઓટલા પર ગતરોજ બપોરના 2 વાગ્યા સમયગાળામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમના સબંધી ભાવેશભાઈ નાયકા પટેલને ગળે ફાંસો ખાતા જોઈ લેતા તેને 108ની સુવિધા મારફતે તાત્કાલિક સારવાર માટે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ આજ રોજ તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું ગયું હતું.
હાલમાં આ બનાવની વધુ તપાસ રાનકુવા પોલિસ ચોકીના મેહુલ બચુભાઈ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં આપઘાતનું રહસ્ય સામે આવશે.